વેલજન ડેનિસને સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે, તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગ 23 માર્ચ, 2024ને શનિવારના રોજ મળશે. જેમાં કંપનીનું બોર્ડ બોનસ શેર ઈશ્યુ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરશે. કંપની પહેલી વખત બોનસ શેર આપશે. વેલજન ડેનિસન પંપ, મોટર્સ, વાલ્વ અને કસ્ટમ બિલ્ટ પાવર સિસ્ટમ્સ અને મેનીફોલ્ડ બ્લોક્સનું ઉત્પાદન કરે છે.