BSNL 4G અને 5G સેવાઓ માટે દેશભરમાં 1.12 લાખ ટાવર લગાવશે. કંપની દેશભરમાં 4G સેવાના 9 હજાર ટાવર લગાવી ચૂકી છે. જેમાં પંજાબ, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ યુપી અને હરિયાણાના સર્કલમાં 6 હજારથી વધુ ટાવર લગાવવામાં આવ્યા છે. જૂના સિમ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને નવા નેટવર્કનો લાભ નહીં મળે. આ માટે કંપની દ્વારા સિમ કાર્ડમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જો કે, BSNL છેલ્લા કેટલાક વર્ષોથી 4G સેવાને સપોર્ટ કરતા સિમ પ્રદાન કરી રહ્યું છે.