જ્યારે મેકઅપ, ગંદકી અને બેક્ટેરિયા ચહેરા પરના છિદ્રોમાં ભરાઈ જાય છે, ત્યારે બ્લેકહેડ્સની સમસ્યા થાય છે. જ્યારે તેઓ હવાના સંપર્કમાં આવે છે ત્યારે તે કાળા થઈ જાય છે, જેના કારણે ત્વચાનું તેજ ઓછું થઈ જાય છે અને ચહેરાની સુંદરતામાં ઘટાડો થાય છે. પરંતુ તમે ગમે તેટલી કોશિશ કરી લઈએ તેનાથી છૂટકારો મેળવવો આસાન નથી. ખરેખર, બ્લેકહેડ્સ નાક પર વધારે જોવા મળે છે. લોકો તેને દૂર કરવા માટે ઘણી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તે પણ એટલા અસરકારક સાબિત થતા નથી.