આ સાથે તેમણે કહ્યું કે, તાપી જિલ્લાના પ્રતિનિધિઓ અને એડમિનિસ્ટ્રેસન બન્ને ખુબ જ મજબુત છે, અને એક સશક્ત ટીમ તરીકે જિલ્લાના નાગરીકોને તમામ સુવિધાઓ મળી રહે તેની તકેદારી રાખી રહ્યા છે. અંતે તેમણે તાપી જિલ્લા પોલીસ તંત્રની કામગીરીની પ્રસંશા કરતા નાગરિકોને વ્યાજખોરોથી મુક્તિ અપાવવાની સાથે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.