હૃદય અને દિમાગને પણ લાભ મળે છે : તમે દરરોજ ઝડપી વોક કરીને પણ તમારા હૃદયને સ્વસ્થ રાખી શકો છો. ઘણા સંશોધનો કહે છે કે, ચાલવાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. ઝડપી વૉકિંગ દરમિયાન ધમનીઓમાં વિસ્તરણ અને સંકોચન થાય છે, આ ધમનીઓને સ્વસ્થ રાખે છે અને હૃદયના સ્નાયુઓની કાર્યક્ષમતામાં સુધારો કરે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સિવાય બ્રિસ્ક વોક કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે અને તમારા મગજને પણ ફાયદો થાય છે.