દક્ષિણ ગુજરાતના લોકો શિયાળાની ઋતુમાં ખાસ કરીને પાપડીનું ઉંબાડિયું ખાવાનો વધુ શોખ અને સ્વાદ રાખે છે આમ પણ પાપડીના ઉંબાડિયુંનો ક્રેઝ લોકોમાં વધતો જાય છે ઉંબાડિયું બનાવવા માટે સૌપ્રથમ સારી ગુણવત્તા વાળી પાપડી નો ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે રતાળુ શક્કરિયા બટેટા મકાઈ સૂકા લસણના કડા તેમજ હવે તો લોકો ઉંબાડિયું આખા રીગણ પણ મૂકવામાં આવે છે ઉંબાડિયું સાથે સ્પેશિયલ વનસ્પતિ સહિતની લીલી ચટણી ખૂબ ખવાય છે અને એનો સ્વાદ ખૂબ જ સારો હોય છે કેટલાક સુરતી લોકો ઉંબાડિયું સાથે જુવારના રોટલા પણ ખાય છે.