Detect WiFi Theft : શું તમારા WiFi ની ચોરી થઇ રહી છે? આ રીતે જાણો અને તરત જ બ્લોક કરો
શક્ય છે કે તમારા WiFiનો ઉપયોગ તમારી જાણ વગર ગુપ્ત રીતે કરવામાં આવી રહ્યો હોય. જો આવું થતું હોય તો આ ચોરી (Detect WiFi Theft) શોધી શકાય છે. WiFi ચોરીને શોધવા માટે, સૌથી પહેલા તમારી પાસે તમારા રાઉટરનું IP એડ્રેસ હોવું જરૂરી છે. રાઉટરનું IP સરનામું રાઉટરના સ્ટીકર પર જ પ્રિન્ટ થાય છે.
જો તમે WiFi કનેક્શન સાથે નેટ સ્પીડને લઈને સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારે આના પર ધ્યાન આપવાની જરૂર છે, શક્ય છે કે તમારી જાણ વગર તમારા WiFi ની કોઇ ચોરી કરી રહ્યું છે. જો આવું થતું હોય તો આ ચોરી (Detect WiFi Theft) શોધી શકાય છે.આ માત્ર તમારી નેટ સ્પીડનો જ નહીં પણ તમારી સુરક્ષાનો પણ મામલો છે. આવી સ્થિતિમાં વાઈફાઈ કનેક્શનને લઈને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.
WiFi ની ચોરી આ રીતે શોધો
WiFi ચોરીને શોધવા માટે, સૌથી પહેલા તમારી પાસે તમારા રાઉટરનું IP એડ્રેસ હોવું જરૂરી છે. રાઉટરનું IP એડ્રેસ રાઉટરના સ્ટીકર પર જ પ્રિન્ટ હોય છે.
જો કે, જો રાઉટર જૂનું હોય અને IP એડ્રેસ ચેક કરવામાં અસમર્થ હોય, તો તેને Windows લેપટોપ પર પણ શોધી શકાય છે.
રાઉટરનું IP એડ્રેસ કેવી રીતે શોધવું
- સૌથી પહેલા તમારે તે લેપટોપ ઓપન કરવું પડશે જેના પર તમે WiFi નો ઉપયોગ કરી રહ્યા છો.
- હવે વિન્ડોઝ કી પ્રેસ કર્યા પછી તમારે cmd ટાઈપ કરવાનું રહેશે.
- હવે Command Prompt પર ક્લિક કર્યા પછી, તમારે ipconfig /all લખવાનું રહેશે.
- હવે તમારે એન્ટર દબાવવું પડશે.
- આમ કરવાથી તમે રાઉટરનું IP એડ્રેસ જોઈ શકશો.
- WiFi નેટવર્કથી કનેક્ટેડ ઉપકરણોની સૂચિ કેવી રીતે તપાસવી
- સૌ પ્રથમ આપણે ગૂગલ ક્રોમ પર આવવું પડશે.
- હવે તમારે સર્ચ બારમાં IP એડ્રેસ ટાઈપ કરવું પડશે.
- હવે તમારે તમારું યુઝરનો નામ અને પાસવર્ડ દાખલ કરવો પડશે.
- હવે તમે Wi-Fi નેટવર્ક સાથે જોડાયેલ ઉપકરણો, DHCP ક્લાયંટને તપાસી શકો છો.
અજાણ્યા ડિવાઇસને આ રીતે કરો બ્લોક
- આ માટે સૌથી પહેલા તમારે રાઉટરમાં લોગ ઈન કરવું પડશે.
- હવે તમારે Advanced>Security>Access Control પર આવવું પડશે.
- એક્સેસ કંટ્રોલ પર ચેક ચાલુ હોવો આવશ્યક છે.
- જો Access Control વિકલ્પ ઉપલબ્ધ ન હોય તો MAC Address filtering tool પર આવો.
- અન્ય ડિવાઇસ બ્લોક કરવા માટે MAC Address filtering tool ઓન કરો અને તમે નવા ડિવઇસ એક્સેસ પણ અહિં આપી શકો છો