ક્રિકેટર MS ધોની પણ કરે છે ઇન્ટ્રા ડે ટ્રેડિંગ, જાણો કોલમાં દાવ લગાવે છે કે પુટમાં, જુઓ Video
ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માત્ર તેની ધીરજપૂર્વકની કેપ્ટનશિપ માટે જ નહીં પરંતુ તે એક સમજદાર બિઝનેસમેન પણ છે. તેમણે રોકાણને લઈ મહત્વની વાત લોકોને કહી છે. સરળ અને રમૂજી રીતે aઅ સમગ્ર રજૂઆત તેમણે કરી હતી.
ધોનીના એક વાયરલ વીડિયોએ તેની બીજી સાઈડ છતી કરી છે – કેપ્ટન કૂલ શેરબજારમાં પણ નિપુણતા ધરાવે છે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ધોની બેંગલુરુમાં એક ઈવેન્ટમાં શેરબજાર પર પોતાનો અભિપ્રાય આપતો જોવા મળ્યો હતો.
વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે તે શેરબજારના નિષ્ણાતોની વચ્ચે બેઠો છે. એક સવાલના જવાબમાં ધોનીએ કટાક્ષ કર્યો, કહ્યું “આ લોકો ખુશ છે કે છેલ્લા બે દિવસમાં મારો પોર્ટફોલિયો 8% નીચે આવ્યો છે.” આ લોકો એક દિવસ કહે છે કે આજે 19300 પર નિફ્ટી માટે મજબૂત સપોર્ટ છે અને તે ઉપર જશે, પરંતુ બીજા દિવસે નિફ્ટી 18800 પર આવે છે. સ્ટોક માર્કેટ એડવાઈઝર પર ધોનીના ફની જવાબ પછી આખા રૂમમાં હાસ્ય ફેલાઈ ગયું.