ભાવનગર મહાનગરપાલિકાનું 1327 કરોડનું બજેટ રજૂ, વોટર વર્ક્સ, ડ્રેનેજ, બ્રિજના કામો માટે 666.88 કરોડ ફાળવાયા- વીડિયો
ભાવનગર મહાનગરપાલિકાનું 1327 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. જેમા વોટરવર્ક્સ, ડ્રેનેજ તેમજ બ્રિજના કામો માટે 666.88 કરોડ ફાળવાશે. 3 કરોડના ખર્ચે એનિમલ હોસ્ટેલ, ડોગ શેલ્ટર બનાવવામાં આવશે. મુખ્ય 4 સ્મશાનોમાં 50 લાખના ખર્ચે ગેસ સગડી બનાવવાની પણ જોગવાઈ છે.
ભાવનગર મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મનપા કમિશનરે 1327 કરોડનું વિકાસશીલ બજેટ રજૂ કર્યું છે. જેની 43 ટકા રકમ ભાવનગરના વિકાસ માટે વપરાશે. જેમાં વોટરવર્ક્સ, ડ્રેનેજ, બ્રિજ, સ્ટ્રીટ લાઈટ સહિતના કામો માટે 666.88 કરોડ ફાળવાયા છે. 3 કરોડના ખર્ચે એનિમલ હોસ્ટેલ, ડોગ શેલ્ટર બનાવાશે. મુખ્ય 4 સ્મશાનોમાં 50 લાખના ખર્ચે ગેસ સગડી બનાવાશે.100 જેટલી PM-E બસ માટે સ્ટેશન અને ચાર્જિંગ સ્ટેશન માટે 24 કરોડ ફાળવાયા.
60 કરોડના ખર્ચે 12થી 15 મેગાવોટનું સોલરપાર્ક બનાવાશે. ફાયર વાહનો માટે 11 કરોડ અને ફાયર સ્ટેશન માટે 10 કરોડ ખર્ચ કરાશે. તો 13.22 કરોડના ખર્ચે નાઈટ શેલ્ટર હોમ બનાવાશે. 6.60 કરોડના ખર્ચે આંગણવાડી બનાવવામાં આવશે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો