Vadodara : સાવલી ગામ પાસેના અકસ્માતમાં વધુ 2ના મોત, મોતનો આંકડો વધી 7 પર પહોંચ્યો, જુઓ Video

Vadodara : સાવલી ગામ પાસેના અકસ્માતમાં વધુ 2ના મોત, મોતનો આંકડો વધી 7 પર પહોંચ્યો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2024 | 11:48 AM

વડોદરામાં સાંકરદા ભાદરવા રોડ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં વધુ 2ના મોત થયા છે. સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં મોતનો આંકડો 7 પર પહોંચ્યો છે

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આવી જ એક ઘટના વડોદરામાં બની હતી. વડોદરામાં સાંકરદા ભાદરવા રોડ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં વધુ 2ના મોત થયા છે. સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં મોતનો આંકડો 7 પર પહોંચ્યો છે. અકસ્માતમાં 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આણંદથી ભાદરવા બાબરી પ્રસંગે લોકો આવી રહ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના ?

આજે વહેલી સવારે બની હતી સાવલીના ભાદરવા સાંકરદા રોડ પર ટ્રક અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે બાદ ઈજાગ્રસ્ત તમામ લોકો હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાંથી ગઈકાલે સવારે 1 વ્યક્તિ બાદ ફરી 4 લોકોના મૃત્યુ થયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">