Ahmedabad Video : લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ 5000થી વધુ કાર્યકર્તાઓને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ રીતે પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યા છે અનેક નેતાઓ રોજેરોજ જનતા સુધી જુદી જુદી રીતે પહોંચી રહ્યા છે. ત્યારે કાર્યકર્તાઓમાં જોશ પુરવા આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પહોંચશે અને 4900 જેટલા બુથ પ્રમુખો સહિત હાજર કાર્યકર્તાઓને સંબોધન કરશે.

અમદાવાદમાં આશરે 4900 જેટલા બુથ છે. ભાજપ માઈક્રો પ્લાંનિંગ માટે જાણીતું છે. કોઈ પણ કાર્યક્રમ હોય કે કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય, ભાજપ તેને ગંભીરતાથી લે છે અને તેના પરિણામો વિશ્વ સમક્ષ આજે છે. બુથ એકમ અને તેના કરતાંય વધુ માઈક્રો પ્લાન એ પેજ સમિતિ અને પેજ પ્રમુખની વ્યવસ્થા ભાજપમાં છે. રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સીધા બુથ પ્રમુખોના સંપર્ક કરે છે, એટલું જ નહિ પણ PM નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ બુથ પ્રમુખ અને પેજ પ્રમુખો સાથે સીધા જોડાય છે. આ વ્યવસ્થાઓ ભાજપને બીજા રાજનીતિક પક્ષો કરતા અલગ તારવે છે.
મહત્વનું છે કે અમદાવાદમાં બે લોકસભા સીટ આવેલી છે. જેમાં અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના કેટલાક ભાગોનો સમાવેશ ગાંધીનગર લોકસભામાં પણ થાય છે. ત્યારે આજે બંને નેતાઓ વધુ એક વખત કાર્યકર્તાઓને મળશે અને લોકસભા ચૂંટણીમાં વધુ જોડછોડ થી પ્રચાર કરવા માટે પ્રેરણા આપશે.