ક્ષત્રિય સમાજે સુરેન્દ્રનગર અને મહિસાગરમાં કેન્ડલ માર્ચ યોજી દર્શાવ્યો વિરોધ, જુઓ Video
પરશોત્તમ રુપાલાનો વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર અને મહિસાગર જિલ્લામાં રાજપૂત સમાજે રૂપાલાના વિરોધમાં પ્રદર્શન કર્યુ છે. સુરેન્દ્રનગર અને મહિસાગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી પરશોત્તમ રુપાલાને સદબુદ્ધિ આવે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે.
વિવાદિત નિવેદન મુદ્દે પરશોત્તમ રૂપાલાનો વિરોધ રાજ્યભરમાં થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર અને મહિસાગર જિલ્લામાં રાજપૂત સમાજે રૂપાલાના વિરોધમાં પ્રદર્શન કર્યુ છે. સુરેન્દ્રનગરમાં રામજી મંદિરમાં કેન્ડલ માર્ચ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો.
વિરોધ દર્શાવવાની સાથે જ ભગવાન રામ રૂપાલાને સદબુદ્ધિ આપે તેવી ક્ષત્રિય સમાજ પ્રાર્થના કરી છે. તો આ તરફ મહિસાગર જિલ્લામાં પણ કેન્ડલ માર્ચ યોજીને ક્ષત્રિયોએ રૂપાલાનો વિરોધ કર્યો હતો. અહીં પણ ક્ષત્રિયોએ મા અંબાને પ્રાથર્ના કરીને રૂપાલા સદબુદ્ધિ આપે તેવી અરજ કરી છે. આમ રૂપાલાના વિરોધમાં હવે ક્ષત્રિયો એક પછી એક રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે.
Latest Videos