Surendranagar Video : ભાજપની ચિંતામાં થયો વધારો, ધામાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

Surendranagar Video : ભાજપની ચિંતામાં થયો વધારો, ધામાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2024 | 3:41 PM

સુરેન્દ્રનગરમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરવા ધામાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો આજથી પ્રારંભ થશે. સતત 3 દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના 30 થી વધુ ગામોમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ફરશે અને ભાજપના વિરોધમાં પ્રચાર કરશે તેવુ સમાજના આગેવાનોનું કહેવુ છે..

સુરેન્દ્રનગરમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરવા ધામાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો આજથી પ્રારંભ કરાવાશે. જેમાં સતત 3 દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના 30 થી વધુ ગામોમાં ક્ષત્રિયો અસ્મિતા ધર્મરથ ફરશે અને ભાજપના વિરોધમાં પ્રચાર કરશે તેવુ સમાજના આગેવાનોનું કહેવુ છે.

આ સાથે જ ગામે – ગામ બુથ લેવલ પર ભાજપ વિરોધમાં મતદાન થાય તે માટે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના યુવકોની કમિટીની રચના કરાઈ છે.ઉલ્લેખનીય છે કે સંકલન સમિતિની જાહેરાતના આધારે દરેક જિલ્લામાં ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યું છે.જેને લઈ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો : બોટાદ : હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">