રુપાલાનો વિરોધ વધતા ભાજપની વધી ચિંતા, ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન, જુઓ Video
પરશોત્તમ રૂપાલાના વિવાદ મામલે ક્ષત્રિયો જરા પણ નમતુ ઝોખવાના મૂડમાં નથી.આજથી ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ-2નો પ્રારંભ થયુ છે. ભાજપ વિરોધ મતદાન માટે ક્ષત્રિયોએ ધર્મરથનો સહારો લીધો છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ મામલે ક્ષત્રિયો જરા પણ નમતુ ઝોખવાના મૂડમાં નથી.આજથી ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ-2નો પ્રારંભ થયુ છે. ભાજપ વિરોધ મતદાન માટે ક્ષત્રિયોએ ધર્મરથનો સહારો લીધો છે.
બીજી તરફ સુરેન્દ્રનગરમાં તો ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપે પોતાનુ લોકસભાનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાવ્યો છે. અરવલ્લીના માલપુરમાં, ભાવનગરના પાલિતાણામાં અને આણંદના ગામોમાં ભાજપ ઉમેદવારોએ અને નેતાઓએ ક્ષત્રિયોના વિરોધનો સામનો કરવો પડ્યો છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપના દિગ્ગજ ક્ષત્રિય નેતાઓમાંના એક અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું છે. બીજી તરફ ભાજપે પણ ક્ષત્રિયોના આક્રોશને શાંત કરવા પ્રયાસો તેજ કરી દીધા છે. હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરે સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.