Vadodara: નવાપરા પથ્થરમારાના કેસમાં વધુ 12 આરોપીની ધરપકડ, ટોળા સામે નોંધાઇ હતી ફરિયાદ, જુઓ Video

Vadodara: નવાપરા પથ્થરમારાના કેસમાં વધુ 12 આરોપીની ધરપકડ, ટોળા સામે નોંધાઇ હતી ફરિયાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2024 | 2:12 PM

નવાપુરા પોલીસે પથ્થરમારો કરનાર વધુ 12 આરોપીની ધરપકડ કરી છે. વડોદરાના પાદરામાં રહેતા શાહીદ પટેલે ભગવાન શ્રી રામ પર અભદ્ર ટિપ્પણી કર્યા બાદ અરાજકતા ફેલાઇ હતી અને રાત્રે બે કોમના ટોળા આમને-સામને આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો.

વડોદરામાં નવાપુરા વિસ્તારમાં થયેલા પથ્થરમારાની ઘટનામાં વધુ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કર્યા બાદ થયેલા પથ્થરમારાનો કેસમાં અત્યાર સુધીમાં 29 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

નવાપુરા પોલીસે પથ્થરમારો કરનાર વધુ 12 આરોપીની ધરપકડ કરી છે. વડોદરાના પાદરામાં રહેતા શાહીદ પટેલે ભગવાન શ્રી રામ પર અભદ્ર ટિપ્પણી કર્યા બાદ અરાજકતા ફેલાઇ હતી અને રાત્રે બે કોમના ટોળા આમને-સામને આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. જે પછી નવાપુરા પોલીસે 100થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી.

શું બનાવ બન્યો હતો?

ઘટના કઇક એવી છે કે પાદરાના યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવી કરી હતી પોસ્ટ કરી હતી. જે પછી પાદરાના સહિદ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો અભદ્ર ટિપ્પણી કરનાર યુવક પોલીસ સ્ટેશને પહોંચતા તમામ હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા. અભદ્ર ટિપ્પણી કરનાર યુવક્ની ધરપકડની માગ કરતા લોકો પર પથ્થરમારો થયો હતો. વિરોધ કરતા લોકો પર મોટી સંખ્યામાં ધસી આવેલ ટોળાએ પથ્થમારો કર્યો હતો.

આ પણ વાંચો- Ahmedabad: ધોલેરા પીપળી ચોકડી પાસે બે ટ્રક વચ્ચે ટક્કર, ત્રણના મોત, જુઓ Video

સમગ્ર ઘટનાની જાણ થતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી પથ્થરમારો કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી.જે પછી ટોળા સામે ગુનો નોંધ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">