છોટાઉદેપુર વીડિયો : ભાજપની લોકસભાની ચૂંટણીના પ્રચારમાં વિઘ્ન ! ક્ષત્રિય સમાજે ભાજપના નેતા અને કાર્યકર્તાઓના પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા

છોટાઉદેપુર વીડિયો : ભાજપની લોકસભાની ચૂંટણીના પ્રચારમાં વિઘ્ન ! ક્ષત્રિય સમાજે ભાજપના નેતા અને કાર્યકર્તાઓના પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2024 | 12:40 PM

છોટાઉદેપુર જિલ્લાના પણ કેટલાય ગામોમાં ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં ભાજપના નેતાઓને તથા કાર્યકરોને ચૂંટણી પ્રચાર અર્થે ગામમાં ન પ્રવેશવા જણાવાયું છે. જબુગામ સહિત આસપાસના 20 જેટલા ગામમાં ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે.

પરશોત્તમ રૂપાલાના નિવેદનને ઉભો થયેલો વિવાદ દિવસે-દિવસે વધી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પણ કેટલાય ગામોમાં ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં ભાજપના નેતાઓને તથા કાર્યકરોને ચૂંટણી પ્રચાર અર્થે ગામમાં ન પ્રવેશવા જણાવાયું છે.

જબુગામ સહિત આસપાસના 20 જેટલા ગામમાં ભાજપના કાર્યકરો માટે પ્રવેશબંધી ફરમાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.  જેમાં રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સોંપી રૂપાલાની ટિકિટ રદની માગ કરવામાં આવી હતી. બીજી તરફ આ અગાઉ  ગાંધીનગરના માણસાના વરસોડા અને રંગપુર ગામમાં પણ ક્ષત્રિયોએ રૂપાલાનો વિરોધ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ક્ષત્રિય સમાજના લોકોએ ગામમાં પોસ્ટર લગાવી રુપાલા સાથે ભાજપનો પણ વિરોધ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">