Vadodara : આકરી ગરમીએ કોન્ટ્રાકટરની પોલ ખોલી ! ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આકરી ગરમીના પગલે રોડ પીગળ્યો હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં ગોત્રી પોલીસ સ્ટેશનથી શ કોમ્પ્લેક્ષ તરફ જતો રોડ પીગળ્યો છે. કોર્પોરેશને 1 મહિના પહેલા જ આ રોડ બનાવ્યો હતો. રોડ પીગળતા રાહદારીઓ પણ પરેશાન છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આકરી ગરમીના પગલે રોડ પીગળ્યો હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં ગોત્રી પોલીસ સ્ટેશનથી યશ કોમ્પ્લેક્ષ તરફ જતો રોડ પીગળ્યો છે. કોર્પોરેશને 1 મહિના પહેલા જ આ રોડ બનાવ્યો હતો. રોડ પીગળતા રાહદારીઓ પણ પરેશાન છે.
બીજી તરફ જુનાગઢમાં વાતાવરણમાં એકા એક પલટો આવ્યો છે. જુનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાયો છે. જો કે તેની કોઈ અસર રોપ – વે સેવા પર જોવા મળી નથી. આ અંગે જાણકારોનું કહેવું છે કે ઉનાળાના મધ્યમાં સવારના સમયે આ પ્રકારે પવન ફૂંકાવાની ઘટના બનતી હોય છે.
બીજી તરફ હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ બાદ વરસાદ પડવાની શક્યતા છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Latest Videos