Mahisagar : ભાજપ નેતાના પુત્રે સંતરામપુરના પરથમપુરમાં કર્યું બૂથ કેપ્ચરીંગ, અધિકારીઓને ગાળો બોલી સોશિયલ મીડિયામાં કર્યું લાઈવ, જુઓ Video
મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતુ. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કર્યુ હતુ.
મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગનો વીડિયો વાયરલ થયો છે.ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતુ.વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કર્યુ હતુ. અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને અપશબ્દો પણ બોલ્યા હતા. કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખોફ જ હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરીંગ કરવામાં આવ્યો હતો. EVM પોતાના સાથે લઇ જવાની પણ વાત કરી છે.
વીડિયો વાયરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કર્યો છે.દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો પ્રભાબેન તાવિયાડે કલેકટરને ફરિયાદ કરી છે. કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ આ અંગે તપાસ હાથ ધરી છે. વિજય ભાભોરની પોલીસે અટકાયત કરી પૂછપરછ શરુ કરી છે.