પ્રભા તાવિયાડ ચૂંટણી પરિણામ 2024
પ્રભા તાવિયાડ મૂળ સાબરકાંઠાના ધંધાસણા ગામના વતની છે અને વ્યવસાયે ડોક્ટર છે. તેમણે અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ ખાતેથી M.D DGOની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. જિલ્લાના કદાવર નેતા તરીકે તેમની છાપ છે. તેમના પતિ કિશોર તાવિયાડ પણ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે.
પ્રભા તાવિયાડની રાજકીય સફર
પ્રભા તાવિયાડની રાજકીય સફર વિશે વાત કરીએ તો, તેઓ 1983થી દાહોદ અને પંચમહાલ જિલ્લાની કાર્યકારી જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. 1985થી 1992 સુધી યુથ કોંગ્રેસની કારોબારી સમિતિના સભ્ય હતા. 1985થી 1992 સુધી જિલ્લા મહિલા સુરક્ષા કેન્દ્ર દાહોદ અને પંચમહાલ જિલ્લાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2006થી અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતા.
જાતિગત સમીકરણ
પ્રભા તાવિયાડનો આદિવાસી પરિવારમાં આવે છે તેથી સ્થાનિક ધોરણે સામાન્ય જનતાઓને પડતી મુશ્કેલીઓને તેઓ સારી રીતે જાણે છે. દાહોદ જિલ્લામાં આદિવાસીઓનું સામ્રાજ્ય છે. એમાં પણ ડામોર સમાજનું પ્રભુત્વ છે. દાહોદ લોકસભામાં ડામોર મતદારો પણ સૌથી વધુ છે. ત્યારે પ્રભાબેન પણ ડામોર પરિવારમાંથી આવતા હોવાથી ડામોર પરિવારના વોટ કોંગ્રેસને જઈ શકે છે.