અરવલ્લીઃ લીંબ ગામેથી દારુનો જથ્થો ઝડપાયો, 2 પોલીસ કર્મીની સંડોવણી ખુલી

અરવલ્લીઃ લીંબ ગામેથી દારુનો જથ્થો ઝડપાયો, 2 પોલીસ કર્મીની સંડોવણી ખુલી

| Updated on: May 12, 2024 | 4:18 PM

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં એલસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતા દારુનો જથ્થો ઝડપાયો હતો. દારુનો જથ્થો ખેતરની ઓરડીમાં સંતાડેલો હોવાનું મળી આવતા પોલીસે એક આરોપીને ઝડપી લઈને તપાસ શરુ કરી છે. દારુ ઝડપાવાના કિસ્સામાં પોલીસ કર્મીની સંડોવણી હોવાનું પણ ખૂલ્યું છે. આ અંગે પણ એલસીબીએ હવે તપાસ શરુ કરી છે. એલસીબીની ટીમને બાતમી મળવાને લઈને […]

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં એલસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતા દારુનો જથ્થો ઝડપાયો હતો. દારુનો જથ્થો ખેતરની ઓરડીમાં સંતાડેલો હોવાનું મળી આવતા પોલીસે એક આરોપીને ઝડપી લઈને તપાસ શરુ કરી છે. દારુ ઝડપાવાના કિસ્સામાં પોલીસ કર્મીની સંડોવણી હોવાનું પણ ખૂલ્યું છે. આ અંગે પણ એલસીબીએ હવે તપાસ શરુ કરી છે.

એલસીબીની ટીમને બાતમી મળવાને લઈને દરોડો પાડ્યો હતો. લીંબ ગામના એક ખેતરમાં ટીમ પહોંચીને ખેતરની ઓરડીને ખોલતા દારુનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ઘરી હતી.

બાતમી મળતા જ દરોડો પાડ્યો

મોડાસા એલસીબીની ટીમને બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમ બાયડના લીંબ ગામે પહોંચી હતી. જ્યાં લીંબ ગામના એક ખેતરમાં બાતમી મુજબ પોલીસની ટીમ પહોંચીને ખેતરની ઓરડીને ખોલીને તલાશી લેતા જ ઓરડીમાં દારુનો વિશાળ જથ્થો ભરેલો હોવાનું મળી આવ્યું હતુ. ચોંકી ઉઠેલી પોલીસ વધારે તો ત્યારે ચોંકી જ્યારે બુટલેગર આરોપી રણછોડસિંહ ચૌહાણે ખુલાસો કર્યો. તેણે આ દારુમાં પોલીસની જ સંડોવણી હોવાનો ખૂલાસો કર્યો હતો.

પોલીસે 23 કાર્ટૂન-બોક્સમાં ભરેલ 1104 બોટલ દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની કિંમત એક લાખ ચોવીસ હજાર કરતા વધુ હોવાનું અંદાજવામાં આવ્યું છે. મોડાસા એલસીબીની ટીમે દારુનો જથ્થો ઝડપી લઈને આરોપી રણછોડસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. જ્યારે વધુ પાંચ આરોપીઓને વોન્ટેડ દર્શાવી આંબલીયારા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

પોલીસની સંડોવણી

એલસીબીની ટીમે દારુના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી ત્યારબાદ તેની પૂછપરછ પ્રાથમિક ધોરણસર કરવામાં આવી હતી. આ દારુનો જથ્થો કેવી રીતે અહીં સુધી પહોંચ્યો હતો એ અંગેની તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં આરોપી રણછોડસિંહે કરેલા ખુલાસાથી પોલીસ ચોંકી ઉઠી હતી. દારુનો જથ્થાની ઘટનામાં પોલીસના બે કર્મચારીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું હતુ.

પોલીસે મહેશ ગઢવી અને મહેશ ડામોર નામના બે પોલીસ કર્મીઓ સામે પણ ગુનો નોંધ્યો છે. જે બંને પોલીસ કર્મીઓ અગાઉ પણ દારુના ગુનામાં સંડોવણી હોવાને લઈ તેમની સામે કાર્યવાહી કરતા જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. હવે ફરી એકવાર નામ સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલ આરોપી

  1. રણછોડસિંહ ઉમેદસિંહ ચૌહાણ, રહે અણખોલ, તા. તલોદ, જિલ્લો. સાબરકાંઠા.

વોન્ટેડ આરોપી

  1. મહેશ નામનો શખ્શ (જેના મોબાઈલ નંબર આધારે)
  2. મહેશ ગઢવી, પોલીસ કર્મી
  3. અરવિંદસિંહ બળવંતસિંહ ચૌહાણ, રહે અણખોલ, તા. તલોદ, જિલ્લો. સાબરકાંઠા.
  4. જગદીશ રાવળ, રહે. લીંબ, તા. બાયડ, જિલ્લો અરવલ્લી.
  5. ટેમ્પો ચાલક, જેના નામ-સરનામાંની શોધખોળ ચાલુ

 

આ પણ વાંચો:  FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: May 12, 2024 02:42 PM
g clip-path="url(#clip0_868_265)">