23 જાન્યુઆરીના મહત્વના સમાચાર : પીએમ મોદી 25 જાન્યુઆરીએ જયપુર જશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2024 | 11:43 PM

આજ 23 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

23 જાન્યુઆરીના મહત્વના સમાચાર : પીએમ મોદી 25 જાન્યુઆરીએ જયપુર જશે
Gujarat latest live news and samachar today 23 January 2024

સોમવારે મોડી રાત્રે દિલ્હી-NCR સહિત દેશના ઘણા ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાત કરશે. કુલ 19 બાળકોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પછાત વર્ગ આયોગનું સર્વેક્ષણ કાર્ય આજથી શરૂ થઈને 31 જાન્યુઆરી સુધી ચાલશે અને મરાઠા અને બિન-મરાઠા ઓપન કેટેગરીનો સર્વે એ રીતે કરવામાં આવશે. રાજ્યના લગભગ 2.5 કરોડ પરિવારોનો સર્વે કરવામાં આવશે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે 23 જાન્યુઆરીએ ગુજરાત અમદાવાદ મુલાકાતે આવશે. રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડનું ફુલ ડ્રેસ રિહર્સલ થશે. જેના કારણે મધ્ય દિલ્હીમાં વાહનોની અવરજવરને અસર થવાની સંભાવના છે. રાહુલ ગાંધી ગુવાહાટીમાં યુવા સંમેલનમાં બેરોજગારી પર ચર્ચા કરશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Jan 2024 11:43 PM (IST)

    પીએમ મોદી 25 જાન્યુઆરીએ જયપુર જશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરીએ જયપુર જશે. તેમની સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ જયપુરની મુલાકાતે આવશે. બપોરે 3:15 થી 5:15 સુધી આમેર ફોર્ટ જશે. આ પછી તેઓ પીએમ મોદીને મળશે.

  • 23 Jan 2024 11:28 PM (IST)

    રાજકોટ-ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 1.65 લાખ રૂપિયા રોકડ કબ્જે કર્યાં

    • ત્રણ અલગ અલગ સ્થળોએ ક્રિકેટ સટ્ટો પકડી પાડવામાં આવ્યો
    • ત્રણ આઇડી મળી આવી
    • ત્રણ શખ્સોની અટકાયત
    • લાખો રૂપિયાના ક્રિકેટના સટ્ટાના વ્યવહારો મળી આવ્યા
    • ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બી.ટી.ગોહિલ ટીમની કાર્યવાહી.
    • 11.65 લાખ રૂપિયા રોકડ કબ્જે કર્યાં
    • ત્રણ અલગ અલગ FIR કરવામાં આવી.
    • રાજકોટના મોટા બુકીઓના નામ ખૂલે તેવી શક્યતા.
  • 23 Jan 2024 10:31 PM (IST)

    આસામમાં રાહુલ ગાંધી તેમજ કેસી વેણુગોપાલ અને કન્હૈયા કુમાર વિરુદ્ધ FIR

    આસામમાં રાહુલ ગાંધી તેમજ કેસી વેણુગોપાલ અને કન્હૈયા કુમાર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. કોંગ્રેસ નેતાઓ સામે હિંસા, ઉશ્કેરણી, જાહેર સંપત્તિને નુકસાન અને પોલીસ કર્મચારીઓ પર હુમલાને લગતી અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

  • 23 Jan 2024 10:17 PM (IST)

    મેમુ સ્પેશિયલ ટ્રેન અયોધ્યાથી લખનૌ સુધી દોડશે

    અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ માટે મેમુ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેન 25 જાન્યુઆરીથી શરૂ થશે. આ ટ્રેન અયોધ્યા કેન્ટથી લખનૌ સુધી ચલાવવામાં આવશે. આ સાથે પ્રયાગરાજ સંગમથી અયોધ્યા કેન્ટ સુધી ટ્રેન ચલાવવામાં આવશે.

  • 23 Jan 2024 09:09 PM (IST)

    કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવશે

    રાષ્ટ્રપતિ ભવને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પુરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. કર્પુરી ઠાકુરને આ સન્માન મરણોપરાંત આપવામાં આવશે

  • 23 Jan 2024 08:58 PM (IST)

    રામ મંદિરના કપાટ આજે રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, ભારે ભીડ બાદ વહીવટીતંત્રનો નિર્ણય

    અયોધ્યામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓને જોતા પ્રશાસને મંદિરને રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય લીધો છે. નિયમો અનુસાર મંદિરના કપાટ સાંજે 7 વાગ્યે બંધ કરવાના હતા, પરંતુ ભક્તોની ભારે ભીડને જોતા સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • 23 Jan 2024 07:57 PM (IST)

    સટ્ટાકિંગ અમિત મજીઠીયા સહિત 7 લોકો સામે નોંધાઈ ફરિયાદ

    • સીઆઈડી ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ
    • અમિત મજીઠીયા સહિત 7 લોકો સામે નોંધાઈ ફરિયાદ
    • વિદેશથી સટ્ટાના રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં કરતો ટ્રાન્સફર
    • ગરીબ લોકોના બેંક ખાતું ભાડે રાખી રૂપિયા મંગાવતો
    • સીઆઈડી ક્રાઇમ રાજકોટ ટીમને તપાસ સોંપાઈ
    • પ્રાથમિક તપાસમાં કરોડોના વ્યવહાર સામે આવતા ખુલાસો થયો
    • પ્રાથમિક તપાસમાં 24 શંકાસ્પદ વ્યવહારો પણ મળ્યા
    • હાલના 3 બેન્ક એકાઉન્ટ માંથી 11 કરોડનાં વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું
  • 23 Jan 2024 07:24 PM (IST)

    મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બોટ પલટી, 6 મહિલાઓ ડૂબી

    મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં એક મોટી દુર્ઘટના જોવા મળી છે. જ્યાં વૈનગંગા નદીમાં એક હોડી પલટી ગઈ છે. બોટમાં છ મહિલાઓ પણ બેઠી હતી. જેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે ચારની શોધખોળ ચાલુ છે.

  • 23 Jan 2024 06:32 PM (IST)

    અયોધ્યામાં સ્થિતિ હવે નિયંત્રણમાં, 2-3 લાખ શ્રદ્ધાળુઓ હજુ પણ દર્શન માટે જોઈ રહ્યા છે રાહ

    રામલલ્લાના દર્શન માટે અયોધ્યામાં એટલી ભીડ એકઠી થઈ ગઈ કે અફડાતફડી મચી ગઈ. અત્યાર સુધીમાં 2.5 થી 3 લાખ ભક્તો અયોધ્યામાં રામલલાના દર્શન કરી ચુક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એટલી જ સંખ્યામાં ભક્તો દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. સ્થિતિ હવે નિયંત્રણમાં છે.

  • 23 Jan 2024 06:00 PM (IST)

    ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્ટેટ GST ના દરોડા

    • ભાવનગર સ્ટેટ GST ના શહેરના વડવા વિસ્તારમાં દરોડા
    • અગાઉ રેન્જની SIT દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપીઓના ઘરે પાડવામાં આવ્યા દરોડા
    • સ્ટેટ GST ની ટીમ દ્વારા હાલ બોગસ બિલિંગ કરનાર સલીમ શેરવાણીના ઘરે હાથ ધરવામાં આવ્યું સર્ચ ઓપરેશન
  • 23 Jan 2024 05:21 PM (IST)

    લુણાવાડા નગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત એક વૃદ્ધને લીધા અડફેટે

    • મહીસાગર લુણાવાડા નગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત એક વૃદ્ધને લીધા અડફેટે
    • લુણાવાડાના કન્યાશાળા નજીક વ્યોવૃદ્ધને હવામાં ફંગોળ્યા વૃદ્ધ ઘટના સ્થળે થયા બેહોશ
    • 70 વર્ષીય ભીખાભાઈને 10 મિનિટ બાદ આવ્યો હોશ સ્થાનિકોએ સી.પી.આર આપ્યા બાદ હોશ આવ્યો
    • પાલિકાના પાપે પ્રજાને વેઠવાનો વારો આવ્યો
    • અગાઉ પણ એક બનાવો બની ચૂક્યા છતાં પાલિકા તંત્ર નિષ્ક્રિય
  • 23 Jan 2024 04:57 PM (IST)

    ગુજરાતનો પ્રથમ ફિલ્મ ફેયર એવોર્ડ ગિફ્ટ સીટીમાં યોજાશે

    • ફિલ્મ ફેયર એવોર્ડ માટે તૈયારીઓ કરાઈ
    • ગિફ્ટ સીટી ખાતે 27 અને 28 તારીખે યોજાશે એવોર્ડ કાર્યક્રમ
    • હોલીવુડ અને વોલીવુડના અભિનેતા આપશે હાજરી
    • તમામ ટેકનોલોજી સાથે અવોર્ડને લઈને તૈયારીઓ શરૂ કરાઇ
    • 27 જાન્યુઆરીએ ટેક્નિકલ એવોર્ડ મહાત્મા મંદિર ખાતે યોજાશે
    • 28 તારીખે સાંજે 7 થી 11 સુધી ગિફ્ટસિટી માં યોજાશે કાર્યક્રમ
  • 23 Jan 2024 04:26 PM (IST)

    અમરેલીના ખાંભામાં ગઢિયા ગામે ખેડૂતની વાડીમાં દીપડાનો હુમલો

    • ખેડૂતની વાડીએ કૂવો ગાળવા આવેલ મજૂર ઉપર દીપડાનો હુમલો
    • યુવાનને માથાના અને કાનના ભાગે દીપડાએ પહોંચાડી ઇજા
    • ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ સારવાર માટે ધારી લઈ જવાયો
    • વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કરાયો રીફર
    • વનવિભાગ દ્વારા દીપડાને પકડવા જુદા જુદા વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા
    • ઇજાગ્રસ્ત અજયભાઈ સવજીભાઈ કણસાગરા ઉ.વર્ષ.26
  • 23 Jan 2024 03:58 PM (IST)

    ગણતંત્ર દિવસની પરેડમાં પ્રથમ વખત માર્ચ કરશે ત્રણેય સેનાઓની મહિલા ટુકડી

    દેશના 75મા પ્રજાસત્તાક દિને ડ્યુટી પથ પર યોજાનારી પરેડ મહદઅંશે મહિલા કેન્દ્રિત હશે. પ્રથમ વખત ત્રણેય સેનાઓની મહિલા ટુકડી પણ કૂચ કરશે. કેન્દ્રીય સશસ્ત્ર દળોની ટુકડીઓમાં મહિલા કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવશે.

  • 23 Jan 2024 03:17 PM (IST)

    મોદીની સામે INDIA ઉભુ છે, જેની પાસે 60 ટકા મતદારો છે: રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીએ આસામમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ટીવી 9એ તેમને પૂછ્યું કે 2024માં મોદીની સામે કોણ હશે, તો રાહુલે જવાબ આપ્યો કે અમે નક્કી કર્યું છે કે વિપક્ષનું ગઠબંધન INDIA મોદીની સામે ઊભું છે, જેમના 60 ટકા વોટ છે.

  • 23 Jan 2024 02:27 PM (IST)

    કોંગ્રેસ જે 60 વર્ષમાં નથી કરી શકી તે PM મોદીએ 10 વર્ષમાં કરી બતાવ્યું : અનુરાગ ઠાકુર

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, ભાજપનું કામ આજે દેશભરમાં બોલી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીની સરકારે 10 વર્ષમાં એવું કરી બતાવ્યું છે જે કોંગ્રેસ 60 વર્ષમાં પણ નથી કરી શકી. જે કામ થયા છે તેને લોકો સુધી પહોંચાડવાની મુખ્ય જવાબદારી પાર્ટીના કાર્યકરોની છે. એક વાત સાબિત થાય છે કે, ભાજપ દેશનો એકમાત્ર એવો રાજકીય પક્ષ છે જેણે પોતાની સ્થાપનાથી આજ સુધી પોતાની વિચારધારાને જાળવી રાખી છે અને તેને આગળ પણ લઈ ગઈ છે.

  • 23 Jan 2024 01:26 PM (IST)

    ગુવાહાટીમાં ભારત જોડો ન્યાય યાત્રાને રોકી, કોંગ્રેસ કાર્યકર્તાઓએ બેરીકેટ તોડ્યા

    ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને આજે ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવવામાં આવી હતી, જેના પગલે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો અને બેરિકેડ તોડી નાખ્યા હતા. આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે અમે બેરીકેટ્સ તોડી નાખ્યા છે પરંતુ અમે કાયદો તોડીશું નહીં.

  • 23 Jan 2024 01:23 PM (IST)

    ઓખાથી બેટ દ્વારકા સુધીની 2 ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ

    યાત્રાધામ ઓખાથી બેટ દ્વારકા સુધી લોકોને લાવતી અને લઈ જતી બે ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. સાથોસાથ બન્ને ફેરીબોટ સર્વિસને આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નીલ ગંગા અને મોલ વિસા નામની બોટમાં લાઇફ જેકેટ ના રાખવા અંગે લાયસન્સ રદ કરવા સાથે દંડ કરાયો છે. મેરી ટાઈમ બોર્ડે નવો હુકમ ના થાય ત્યાં સુધી બન્ને ફેરીબોટ સર્વિસના લાયસન્સ રદ રહેશે તેવો હુકમ કર્યો છે.

  • 23 Jan 2024 01:04 PM (IST)

    ધ્રાંગધ્રાના ચુલી ગામે જૂથ અથડામણ, 20 ઈજાગ્રસ્ત, પોલીસ કાફલો ખડકાયો

    સુરેન્દ્રનગરના ઘ્રાંગધ્રાના ચુલી ગામે જૂથ અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચુલી ગામે સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચકતા થઈ જૂથ અથડામણ થવા પામી હતી. પાઇપ, ધોકાથી હુમલો થતા 20 લોકોને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. 15 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડીકલ કોલેજમાં ખસેડાયા છે. જુથ અથડામણની સમાચાર મળતા જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ તેમજ DYSP, LCB, SOG સહિત ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.

  • 23 Jan 2024 12:31 PM (IST)

    મિઝોરમમાં મ્યાનમાર આર્મીનું પ્લેન ક્રેશ, 6 લોકો ઘાયલ

    મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર મ્યાનમાર આર્મીનું વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા છે. વિમાનમાં પાયલટની સાથે 14 લોકો હતા. ઘાયલોને લેંગપુઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • 23 Jan 2024 09:35 AM (IST)

    EDએ ફરી ઝારખંડના સીએમ હેમંત સોરેનને પાઠવ્યું સમન્સ

    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને EDએ, નવું સમન્સ પાઠવ્યું છે. કહેવામાં આવ્યું છે કે હેમંત સોરેન 27 થી 31 જાન્યુઆરી વચ્ચે પૂછપરછ માટે ઉપલબ્ધ રહે.

  • 23 Jan 2024 09:09 AM (IST)

    ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા આજે અમિત શાહના કાર્યાલયનો કરાવશે પ્રારંભ

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે ગુજરાતની 26 લોકસભા બેઠકનાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાશે. ગાંધીનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ જે પી નડ્ડાનાં હસ્તે કરાશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આ પ્રસંગે હાજર રહેશે. જે પી નડ્ડા તેમની અમદાવાદ મુલાકાત દરમિયાન બપોરના સમયે ભાજપ દ્વારા આયોજીત ડોકટર્સ મીટમાં ઉપસ્થિત રહીને તબીબોને સંબોધન કરશે.

  • 23 Jan 2024 07:44 AM (IST)

    રામલલ્લાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ, જુઓ વીડિયો

    અયોધ્યા, ઉત્તર પ્રદેશ રામ મંદિરની બહાર ભાવિક ભક્તોની ભારે ભીડ છે. રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ, આજથી ભાવિક ભક્તો રામ મંદિરમાં પૂજા કરવા અને શ્રી રામલલ્લાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

  • 23 Jan 2024 07:19 AM (IST)

    પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછીની પ્રથમ સવારે, રામલલ્લાના દર્શન કરવા ઉમટ્યા ભક્તો, જુઓ વીડિયો

    અયોધ્યા, ઉત્તર પ્રદેશ શ્રી રામ મંદિરના મુખ્ય દ્વારના દ્રશ્યો, જ્યાં વહેલી પરોઢના 3 વાગ્યાથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી શ્રી રામ લલ્લાના દર્શન કર્યા હતા.

Published On - Jan 23,2024 7:17 AM

Follow Us:
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">