લ્યો, બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ, જુઓ

લ્યો, બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ, જુઓ

| Updated on: Apr 26, 2024 | 8:30 PM

સાબરકાંઠા જિલ્લામાં એક તરફ લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર હવે ધમધમી રહ્યો છે, ત્યારે હવે કેટલાક વિવાદો પણ સામે આવી રહ્યા છે. આવી જ રીતે હવે આક્ષેપ થયો છે કે, બેંકનો કર્મચારી ચૂંટણી પ્રચારસભામાં હાજરી આપવા પહોંચ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારના પ્રચારમાં સહકારી બેંકનો કર્મચારી જોવા મળ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

એક તરફ હાલમાં લોકસભાની ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ ચારેય બાજુ ચાલી રહ્યો છે. ત્યાં હવે લોકસભાની ચૂંટણીની પ્રચાર સભાઓ પણ ધમધમવા લાગી છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર પણ હવે ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર ધમધમવા લાગ્યો છે. આ દરમિયાન હવે વિવાદો અને વિવાદ સર્જતા સવાલો સાથે સોશિયલ મીડિયા પર તસ્વીરો અને વીડિયો પણ વાયરલ થતા હોય છે. આવો જ વીડિયો એક વાયરલ થયો છે, જેમાં સાબરકાંઠા બેંકની પરોસડા બ્રાન્ચનો કર્મચારી કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી પ્રચાર સભામાં જોવા મળ્યાનો વીડિયો વાયરલ થયો હતો.

સહકારી આગેવાનો દ્વારા હવે કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં પોતાના લાગતા વળગતાને સામેલ કરી રહ્યા હોય એવા આક્ષેપો પણ ઉઠવા લાગ્યા છે. તો મૂળ કોંગ્રેસથી ભાજપમાં આવેલા સહકારી આગેવાનની ભૂમિકાને શંકાસ્પદ ગણાવીને હાલ તો સોશિયલ મીડિયા પર તીખાં સવાલો થવા લાગ્યા છે. જોકે વાયરલ વીડિયોનો ટીવી9 પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો:  રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

g clip-path="url(#clip0_868_265)">