વડોદરાના સાવલી ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

વડોદરાના સાવલી ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2024 | 6:38 PM

વડોદરાના સાવલી ગામ નજીકથી 40થી વધુ લોકો ટેમ્પામાં બેસીને બાધા પૂરી કરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આઈસર સાથે અકસ્માત થતા 30 વધુ લોકો ઘાયલ થયા હતા. જે ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી અને તમામ ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વડોદરાના સાવલી ગામ નજીક ગમખ્વાર અકસ્માતમાં સર્જાયો હતો જે મામલે હવે મૃત્યુંઆંકમાં વધારો થયો છે. મળતી માહિતી મુજબ ટ્રક અને આઇસર સામ સામે અથડાતા આઈસરમાં બેઠેલા 30થી વધુ લોકો ઘાયલ થયા હતા અને 1 વ્યક્તિનું મૃત્યુ થયુ હતુ ત્યારે હવે મૃત્યુઆંક વધતા અન્ય 4 લોકોના મૃત્યુ થયાની માહિતી મળી રહી છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના આજે વહેલી સવારે બની હતી સાવલીના ભાદરવા સાંકરદા રોડ પર ટ્રક અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે બાદ ઈજાગ્રસ્ત તમામ લોકો હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાંથી સવારે 1 વ્યક્તિ બાદ ફરી 4 લોકોના મૃત્યુ થયા છે જેમાં મૃત્યુ પામેલ લોકોની યાદી નીચે મુજબ છે.

  1. ગીરીશભાઈ રાજ ઉંમર 60
  2. રમીલાબેન દિલીપભાઈ ઉંમર વર્ષ 30
  3. શારદાબેન છત્રસિંહ રાજ
  4. કેસરબેન રણજીતસિંહ રાજ ઉમંર 54
  5. સાકરબેન દયાભાઈ પરમાર ઉંમર 60

આ સાથે ઈજાગ્રસ્તોમાં 3 વ્યક્તિની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાથી ICUમાં દાખલ કરાયા છે.

વડોદરાના સાવલી ગામ નજીકથી 40થી વધુ લોકો ટેમ્પામાં બેસીને બાબરીના પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આઈસર સાથે અકસ્માત થતા 30 વધુ લોકો ઘાયલ થયા હતા. જે ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી અને તમામ ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી અકસ્માતમાં 3 વ્યક્તિઓને ગંભીર પહોચતાં સારવાર માટે ICUમાં દાખલ કરાયા છે. આ સાથે હાલ 29 લોકો ને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">