ભાજપના કાર્યકરો લાભાર્થીઓ સાથે ફોટા અને વીડિયો બનાવશે અને તેમની પ્રતિક્રિયાઓ સાથે સોશિયલ મીડિયા, નમો એપ અને સરલ એપ પર અપલોડ કરશે. ભાજપે લાભાર્થી સંપર્ક અભિયાન માટે ત્રિ-સ્તરીય ટીમ બનાવવાનું નક્કી કર્યું છે, જેમાં રાજ્ય, લોકસભા મતવિસ્તાર અને મંડલ સ્તરે નેતાઓની ટીમો બનાવવામાં આવી રહી છે.