પ્રચારના અંતિમ તબક્કામાં શરૂ થઈ નફ્ફટ પર રાજનીતિ, ગેની બેને બનાસ ડેરીના કર્મચારીઓને નફ્ફટ કહેતા શંકર ચૌધરીએ કર્યો પલટવાર- Video
પ્રચારના અંતિમ તબક્કામાં હવે નફ્ફટ પર રાજનીતિ શરૂ થઈ છે. ગેનીબેને બનાસ ડેરીના કર્મચારીઓને નફ્ફટ કહેતા શંકર ચૌધરીએ પલટવાર કહ્યો છે અને કહ્યુ કે બનાસની દીકરીઓને આવા શબ્દો શોભે નહીં. બનાસની દીકરીઓના મોઢે અપશબ્દો ન હોય.
બનાસની દીકરીના મોઢે અપશબ્દો ન હોય. બનાસ ડેરીના કર્મચારીઓને નફ્ફટ કહેવાના ગેનીબેન ઠાકોરના નિવેદન મુદ્દે આ પલટવાર કર્યો છે ચેરમેન શંકર ચૌધરીએ. ગેનીબેન ઠાકોરના નફ્ફટના નિવેદન બાદ બનાસકાંઠાની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ત્યારે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નામ લીધા વિના ગેનીબને ઠાકોર પર નિશાન તાક્યું અને પશુપાલક બહેને તથા કર્મચારીઓને ગેનીબેન ઠાકોર વિરૂદ્ધ મતદાન કરીને જવાબ આપવા અપીલ કરી. લાખણી તાલુકાના આગથળામાં પ્રચાર સભા દરમ્યાન શંકર ચૌધરીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, બનાસની દીકરીઓના મોઢે અપશબ્દો ન હોય.
શંકર ચૌધરીએ ગેનીબેન પર પ્રહાર કરતા કહ્યુ ” બનાસના લોકોની વાત છે બહેનો… જેમણે એટલો પુરુષાર્થ કર્યો છે કે બહારના દેશોના લોકો તેની નોંધ લેવા આવે છે. તો આપણે તેમના માટે સારા શબ્દો ન બોલી શકીએ કંઈ વાંધો નહીં. પરંતુ તેમના માટે નફ્ફટ જેવા શબ્દો બોલીને અપમાન કરવુ રાજનેતાઓને શોભે નહીં. એમને જે રાજનીતિ કરવી હોય એ કરે પરંતુ માતાઓ બહેનોનું જે અપમાન કરે છે તે બાબત ઠીક નથી.તમને બધાને આ વાત ઘ્યાનમાં આવે છે બહેનો! આ જે બોલે છે તે સારુ નથી એવુ તમને લાગે છે ! તમે બધા જવાબ આપશોને ! પુરો જવાબ આપશોને ! ”
આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બનાસ ડેરીના કર્મચારીઓને કહ્યુ હતુ ” આપણે કોઈને કંઈ કરવુ નથી, કોઈને કોઈ ઈજા નથી કરવી પરંતુ આપણી આંખ ઉપરથી એમને ખબર પડી જવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મુકવાની જગ્યા નથી. ખાલી સામે જોવાનું અને જોવાનો ઈજારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંથી ઉભી પૂછડીએ ન ભાગે તો મને તમે કહેજો. વધુમાં ગેનીબેનએ કહ્યુ કે આટલુ કરવુ પડશે કારણ કે આ બધા નફ્ફટ છે અને નફ્ફટ લોકોને માનસન્માન જેવુ કંઈ હોય જ નહીં.” તો રાજનીતિમાં હવે અપશબ્દોની પણ એન્ટ્રી થઈ જ ગઈ છે.
આ પણ વાંચો: પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!